સરસ્વતી શિશુમંદિરમાં બાલિકા શિક્ષણ સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર સરસ્વતી શિશુમંદિર દ્વારા બાળકના સર્વાંગી વિકાસ કાર્યક્રમો, માર્ગદર્શન અને સેમિનાર અંતર્ગત રાષ્ટ્ર સેવિકા સમિતિના અખિલ ભારતીય સેવા પ્રમુખ સંધ્યાબેન ટીપરે ‘પરિવારમાં દીકરીઓનું દાઈત્વ શું ?’ એ વિષય પર આખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં દીકરીઓને જરૂરી માર્ગદર્શન, સમાજ કે શાળાઓમાં પણ મળતું નથી. ખરેખર શાળાઓમાં એ ધ્યાનમાં રખાય કે પરિવારનું કેન્દ્રબિંદુ સ્ત્રી હોવાનું જણાવાયુ હતું.

વડાપ્રધાનના સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે સંપર્ક કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર | કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાનાકાંધાસરમાં 12 જુલાઇ 2018ના રોજ વડાપ્રધાન સેલ્ફ હેલ્પ ગૃપ અને મહિલા ખેડૂતો સાથે સંપર્કના જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવાયંુ હતું. ત્યારબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો.એ.એમ.પારખીયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના એમ.એફ. ભોરાણીયાએ ચોમાસુ પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ વિષય પર માર્ગદર્શન અપાયંુ હતું. જ્યારે ડો.બી.સી.બલોલીયા, ડો.આર.પી.કાલમા, ડી.એ.પટેલે ખેડૂતોને ખેતી, પશુપાલન, અને બાગાયતી નવીનતન ટેકનોલોજી અંગે ઉપસ્થિત 73 મહિલા અને 15 પુરૂષ ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

મોરબીમાં ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મોત
મોરબી | મોરબીના લક્ષ્મીનગર નજીક ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના રહેવાસી છીત્તરલાલ ગુજ્જર નામના ટ્રક ચાલકે લક્ષ્મીનગર નજીક રોડથી નીચે સાઈડમાં તેમનો ટ્રક પાર્ક કર્યો હતો. ત્યારે બાઇકચાલક રવિરાજસિંહ ઝાલાનું બાઈક ટ્રક પાછળ ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં રવિરાજસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું.

મોરબીના ઢૂવા નજીકથી પિસ્તોલ સાથે 1 શખ્સ ઝબ્બે
મોરબી | મોરબી વાકાનેર હાઈવે પરથી એલસીબીએ એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.મોરબી વાંકાનેર હાઇવે પર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઢૂવા પાસે એક શખ્સ હથિયાર સાથે ફરતા હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી ચરણસિંહ ઉર્ફે ગજુભા ઝાલાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ.10,000ની કિંમતની આધુનિક પિસ્તોલ કબ્જે કરી હતી.આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આસપાસ
અમદાવાદ શનિવાર, 14 જુલાઈ, 2018
03
અન્ય સમાચારો પણ છે...