• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • પારદર્શકતા સાથે ભરતી થાય તે માટે અંતે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ બદલાયુ

પારદર્શકતા સાથે ભરતી થાય તે માટે અંતે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ બદલાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ નગરપાલિકામાં 10 ફિલ્ડવર્કર તેમજ 1 સુપીરીયર ફીલ્ડવર્કર સહિત 11 જેટલી જગ્યાઓ માટે અરજીઓ જાહેરાત આપવામાં આવી હતી. જેના કારણે વઢવાણ નગરપાલિકાના કોંગ્રેસના તેમજ ભાજપના સદસ્યો એક થઇને આ જાહેરાતની પ્રક્રિયા પર સ્ટે લાવવા મેદાનમાં આવી ગયા હતા. જેમાં કોંગ્રેસના જ 13 જેટલા સભ્યોએ પોતાની જ બોડી સામે કરેલા આક્ષેપથી ખળભળાટ મચી ગયો હતો.

બીજી તરફ શંખેશ્વર, મહેસાણા, જામનગર, રાજકોટ સહિતના જિલ્લા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ 11 જગ્યાઓ માટે 384 લોકોની અરજીઓ આવી હતી. અને તમામ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ સ્થળ વઢવાણ નગરપાલિકા કચેરીને પસંદગી કરવામાં આવ્યુ હતુ. આથી ભરતી પ્રક્રિયામાં કંઇ ખોટુ થાય તે પહેલા જ ભરતી રદ કરવા આ સદસ્યોએ કલેકટરને રજૂઆત કરી હતી. પરંતુ જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા પાલિકા તંત્રને આ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ અંગે વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એ.પંજવાણીએ જણાવ્યું કે, કલેકટર તરફથી મળેલી સૂચના મુજબ ઇન્ટરવ્યુ સ્થળમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત પારદર્શકતા સાથે તેમજ ઉમેદવારોને કોઇ અન્યાય ન થાય તે માટે પાલિકા કચેરીનું સ્થળ રદ કરીને તા. 7 અને 8 જૂનના રોજ સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડમાંઆ જગ્યાઓ માટેના ઇન્ટરવ્યૂ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...