દેરાસર રોડના રાહદારીઓને ગાયના આતંકમાંથી બચાવો

ગાય અનેક લોકોને ઇજા પહોંચાડતી હોવાની રજૂઆત ગાયો ડબે પૂરવા વેપારીઓએ પાલિકામાં માગ કરી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surendranagar - દેરાસર રોડના રાહદારીઓને ગાયના આતંકમાંથી બચાવો

સુરેન્દ્રનગરના કુંથુનાથ દેરાસર રોડથી પઢીયાર શેરી સુધી રસ્તા પર મારકણી ગાયે આતંક મચાવ્યો છે. આ રસ્તે ગાયે થોડા દિવસ પહેલા એક વૃધ્ધને અડફેટે લઇ મોત નીપજાવ્યુ હતુ. આ ઉપરાંત દરરોજ ગાય રાહદારીઓને અડફેટે લેતી હોવાથી આ રસ્તાના વેપારીઓએ પાલીકામાં લેખીત રજૂઆત કરી ગાયને ડબે પૂરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગરના કુંથુનાથ જિનાલયથી વચલી ફાટક સુધીના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મોટા શીંગડાવાળી મારકણી ગાયે આતંક મચાવ્યો છે. એકાદ માસ પૂર્વે સીનીયર સીટીઝન ડગલીભાઇને અડફેટે લઇ મોત નીપજાવ્યા બાદ ગાયે છેલ્લા થોડા દિવસોમાં 15 થી વધુ લોકોને ઇજા પહોંચાડી છે.

આથી આ રોડના વેપારીઓ અરૂણભાઇ ઠાકર, પીનાંકભાઇ, નીલેશભાઇ, હર્ષદરાય દસાડીયા સહિતનાઓએ સુરેન્દ્રનગર નગરપાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયા મુજબ આ ગાય બે પગે ઉભી થઇને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લઇ ઇજા પહોંચાડે છે. આથી પ્રાયોરીટી ફર્સ્ટ કેટેગરીમાં આ કાર્યને લઇને મારકણી ગાયને તાકિદે ડબે પૂરવા વેપારીઓએ માંગ કરી છે.

આ રસ્તે દેરાસર, ઉપાશ્રય આવેલા હોવાથી અનેક વૃધ્ધો ચાલતા દર્શને જતા હોય છે. આ ઉપરાંત શાળાના બાળકો પણ આ રસ્તેથી પસાર થાય છે. આથી મારકણી ગાય બીજા કોઇને જીવ લે તે પહેલા ગાયને ડબે પૂરવા રજૂઆતના અંતે માંગણી કરાઇ છે. રખડતી ગાયોના કારણે અનેકવાર અકસ્માતના બનાવો પણ બને છે.

X
Surendranagar - દેરાસર રોડના રાહદારીઓને ગાયના આતંકમાંથી બચાવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App