બેઠકમાં હાજર લોકોએ સ્વચ્છતા માટે સાથ આપવા ખાત્રી આપી

સુરેન્દ્રનગર પાલિકામાં સ્વચ્છતા પખવાડીયાના આયોજન માટે બેઠક બાદ દેકારો : બેઠક બાદ કોંગ્રેસના સભ્યોએ હોબાળો...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surendranagar - બેઠકમાં હાજર લોકોએ સ્વચ્છતા માટે સાથ આપવા ખાત્રી આપી
મહાત્મા ગાધી સ્વચ્છતા મિશન અંતર્ગત તા. 15 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકામાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, મનોહરસિંહ રાણા, બચુભાઈ વેગડ, પાલિકાના સદસ્યો સહિત સ્વૈચ્છીક સંસ્થાના અગ્રણીઓ સાથે વેપારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે તમામ લોકોએ પ્રયાસ કરવા ખાત્રી આપી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગરના સ્થાપક સુરેન્દ્રસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી તમામ છૂટા પડતા હતા. ત્યારે કોંગ્રેસના સભ્ય મહેબુબખાન મલેક, છેલાભાઈ ભરવાડ સહિતના લોકો સફાઈના મુદ્દાને લઇને પાલિકામાં દેકારો મચાવ્યો હતો. એક તરફ શહેરને સ્વચ્છ બનાવવાની વાતો થાય છે. ત્યારે બીજીબાજુ શહેરમા્ં સફાઈ ન થતી હોવા સાથે સફાઈનો સ્ટાફ પોતાની મનમાની ચલાવતો હોવાના આક્ષેપો કર્યા હતા. લોકોમાં સ્વચ્છતાની જાગૃતતા આવે તે માટે ખાસ કરીને ચિત્રસ્પર્ધા, ઘેર ઘેર ફરી કચરાના વર્ગીકરણની વિગતો આપવી, જેવા કાર્યક્રમો યોજાશે. આ અભિયાનમાં ખાસ કરીને સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ લેવામાં આવશે.

લોક ભાગીદારીથી શહેરને સ્વચ્છ કરાશે : ભાજપ નિયમીત સફાઇ થતી નથી સ્વચ્છ કેમ કરશો : કોંગ્રેસ

સ્વચ્છતા પખવાડિયાની બેઠક બાદ સ્વચ્છતાને લઇને સામસામે આક્ષેપ થયા હતા

સુરેન્દ્રનગર પાલીકામાં સ્વચ્છતા પખવાડીયાના આયોજન માટે બેઠક યોજાયા બાદ કોંગ્રેસના સભ્યોએ દકારો મચાવ્યો હતો. તસવીર-વિપુલ જોષી

સ્વચ્છતાના પ્રયાસ કરીશું

સુરેન્દ્રનગરને સ્વચ્છ બનાવવા માટે ખાસ કરીને જુદી જુદી સંસ્થાઓએ ખુબ સારો રસ દાખવ્યો છે. તેમાં પ્રજાના સાથની ખાસ જરૂર છે. સરકાર શકય હશે તેટલી મદદ કરશે. નગરપાલિકાની ટીમ દ્વારા સફાઇ માટે તમામ પ્રયાસો કરીશુ. વિપીનભાઈ ટોલીયા, પ્રમુખ, પાલિકા

Surendranagar - બેઠકમાં હાજર લોકોએ સ્વચ્છતા માટે સાથ આપવા ખાત્રી આપી
Surendranagar - બેઠકમાં હાજર લોકોએ સ્વચ્છતા માટે સાથ આપવા ખાત્રી આપી
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App