• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar - ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ

ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ

હજારો મેળાના માણીગરોએ મોજ માણી : ગ્રામીણ સંસ્કૃતિ અને હરિફાઇ આકર્ષણનું કેન્દ્ર બન્યા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surendranagar - ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ

તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તરણેતરીયા મેળાનું આયોજન કરાયુ હતુ. જેમાં શનીવારે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ અપાયા બાદ મેળાની પૂર્ણાહૂતિ કરાઇ હતી. હરિફાઇમાં ખાંડના લાડવા ખાવાની હરિફાઇ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જેમાં 38 લાડવા ખાનાર મોકાસરના માવજીભાઇએ બાજી મારી હતી.

ઝાલાવાડમાં ભરાતા મેળાનું હરવા-ફરવાની સાથે ધાર્મિક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલુ છે. તેમાં પણ થાન પંથકમાં ભરાતા તરણેતરના મેળામાં વિવિધ ગ્રામીણ ઓલમ્પીક અને રમતો આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તા. 12 થી શરૂ થયેલા મેળાને તા.15ના રોજ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ અપાયા બાદ પૂર્ણ જાહેર કરાયો હતો. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધીકારીની કચેરી દ્વારા આયોજીત વિવિધ રમતોમાં સ્પર્ધકો ઉમટી પડયા હતા. જેમાં રસ્સાખેંચ, માટલા દોડ, દોરડા કૂદ સહિતની રમતોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. જયારે ખાંડના લાડવા ખાવાની હરિફાઇમાં મોકાસરના માવજીભાઇએ મેદાન માર્યુ હતુ. 38 ખાંડના લાડવા ખાઇને તેઓએ પ્રથમ નંબર

અનુસંધાન પાના નં-3

તરણેતર મેળામાં રાસ-ગરબા હરિફાઇ યોજાઇ હતી

Surendranagar - ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ
X
Surendranagar - ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ
Surendranagar - ભકિત, શકિત અને લોક સંસ્કૃતિના ત્રિવિધ સંગમ એવા તરણેતરના મેળાની પૂર્ણાહૂતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App