તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar રાધાકૃષ્ણ સોસાયટીમાં વીજ થાંભલો અચાનક ધરાશાયી થતા દોડધામ મચી

રાધાકૃષ્ણ સોસાયટીમાં વીજ થાંભલો અચાનક ધરાશાયી થતા દોડધામ મચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના દેશળભગતની વાવ પાસે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં શનીવારે બપોરના સમયે ચાલતા પાણીના લાઇનના કામમાં જેસીબી વીજ થાંભલા સાથે અથડાતા વીજ થાંભલો નમી ગયો હતો. જીવંત વીજ વાયરો રસ્તા પર રહેતા વીજ કંપનીની ટીમ આવી ત્યાં સુધી રહીશોના જીવ તાળવે ચોંટયા હતા.

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણીની લાઇનનું કામ ચાલુ હતુ. આ સમયે પાઇપો લઇને પસાર થતુ જેસીબી વીજ થાંભલા સાથે અથડાતા વીજ થાંભલો નમી ગયો હતો. જેના લીધે જીવંત વીજવાયરો રસ્તા પર લટકતા હતા. રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જાલમસિંહ રાઠોડ, નરશીભાઇ પટેલ, મનસુખભાઇ પટેલ, પ્રહલાદભાઇ જોષીએ જણાવ્યુ કે, જીવંત વીજવાયરો રસ્તા પર રહેતા લોકોને પસાર થવામાં જીવનું જોખમ રહેલુ હતુ. આ રસ્તો આગળ આવેલી રણજીતનગર સોસાયટી, ઉમીયા ટાઉનશીપ, વાસુકીનગર સહિતની સોસાયટીઓને જોડતો હોઇ વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થતા હતા. વીજ કંપનીને આ અંગે જાણ કરાતા દોઢ કલાક બાદ આવીને રિપેરીંગ કામ હાથ ધર્યુ હતુ.

રાધાકૃષ્ણ સોસાયટીમાં બપોરના સમયે ચાલતા પાણીની લાઇનની કામગીરી દરમિયાન જેસીબી મશીન વીજ થાંભલા સાથે અથડાતાં વીજ થાંભલો અચાનક નમી ગયો હતો. જીવંત વાયરો સાથેનો થાંભલો નીચે નમી પડતાં જીવંત વાયરના કારણે લોકોના જીવ અધ્ધર થયા હતા. વીજ કંપનીને જાણ કરવામાં આવતા દોઢ કલાક બાદ વીજ તંત્રની ટીમ આવી પહોંચી હતી. અહીંથી અસંખ્ય સોસાયટીના વાહનચાલકો તેમજ રાહદારીઓ પસાર થતાં હોવાથી તેઓ જીવના જોખમે પસાર થયા હતા. દોઢ કલાક બાદ તંત્રે આવી કામગીરી કરી હતી. જોકે, આ પ્રકારના જોખમી વીજ થાંભલા તંત્ર દ્વારા ઉતારી લઇ નવા નાખવામાં આવે તેવી માગ છે.

સુરેન્દ્રનગરની રાધાકૃષ્ણ સોસાયટીમાં થાંભલો ધરાશાયી થતા જીવંત વીજવાયરો રસ્તા પર ફરી વળ્યા હતા. તસવીર-તુષાર માલવણીયા

અન્ય સમાચારો પણ છે...