Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - વઢવાણથી અંબાજી 500 ભક્તો સાથેનો પગપાળા સંઘ રવાના થયો

વઢવાણથી અંબાજી 500 ભક્તો સાથેનો પગપાળા સંઘ રવાના થયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:25 AM

Surendranagar News - 300 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ યથાવત

  • Surendranagar - વઢવાણથી અંબાજી 500 ભક્તો સાથેનો પગપાળા સંઘ રવાના થયો

    સમગ્ર ઉત્તર ગુજરાતના રોડ પર પગપાળા સંઘો દ્વારા માં અંબેનાં નામથી ગુંજી રહ્યો છે. આવા સમયે તા. 16 સપ્ટેમ્બરને રવિવારે વઢવાણમાંથી છેલ્લા 300 વર્ષ થી પૌરાણિક જય શ્રી અંબે પગપાળા સંઘ ભાદરવી પૂનમનાં મેળામાં રવાના થતા માઇભક્તોમાં આનંદ ફેલાયો હતો.

    વઢવાણ શહેરમાંથી સ્વરાજ પહેલાં રાજાશાહીનાં સમયથી અંબાજી પગપાળા સંઘ ચાલીને ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવવામાં આવે છે. વઢવાણથી અંબાજી જય શ્રીઅંબે સંઘ લઈને લોકો ચાલતા માં અંબેનાં ચરણોમાં શીશ ઝુકાવવાની સાથે દર્શન કરી છેલ્લા 300 વર્ષથી ધન્યતા અનુભવે છે. આ પરંપરા મુજબ તા. 16 સપ્ટમ્બરને રવિવારે 500થી વધુ લોકો અંબાજી પગપાળા સંઘ ભાદરવી પૂનમનાં મેળામાં માનાં દર્શન કરવા માટે ચાલીને રવાના થયાં હતા. ત્યારે આ સંઘના રથને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ભવાનીસિંહ મોરી, જયેશભાઈ શુકલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. વઢવાણ શહેરનાં માર્ગો પર રથ સાથે સંઘ નીકળતા તેમજ બહેનો દ્વારા માતાજીના ગરબાઓની રમઝટ બોલાતા સમગ્ર વાતાવરણ જય શ્રી અંબેનાં નાદથી ગુંજી ઊઠયું હતું. આ સંઘના સફળ આયોજન માટે સંઘપતી રાયસંગભાઈ ડોડીયા,જશુભા લીંબડ,ભરતભાઈ વાળા, દાજીભાઈ, લક્ષ્મણસિંહ ડોડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સંઘ ભાદરવી પૂનમનાં દિવસે વહેલી સવારે અંબાજી પહોંચશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ