• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar - સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી

અઠ્ઠાઇ, સોળભથ્થુ, માસક્ષમણ કરનારા તપસ્વીઓનું બહુમાન કરાયંુ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Surendranagar - સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગર શહેરમાં પર્યૂષણ મહાપર્વની પૂર્ણાહૂતિ થઇ છે. જેમાં રવિવારે પર્યૂષણ પર્વે ઉગ્ર તપસ્યા કરનાર તપસ્વીઓની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ હતી. જેમાં તપસ્વી અમર રહો..ના નારા ગુંજી ઉઠયા હતા.

જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ દર્શાવાયુ છે. તપ કરવાથી કરોડો કર્મોનો ક્ષય થાય છે. જેમાં સુરેન્દ્રનગર વાસુપુજય જિનાલય ખાતે પર્યૂષણ પર્વ દરમિયાન વિતરાગવલ્લભ મહારાજ સાહેબની નીશ્રામાં અનેક શ્રાવક શ્રાવીકાઓએ તપસ્યા કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતુ. અઠ્ઠાઇ, નવ્વાઇ, સોળભથ્થુ, માસક્ષમણ સહિતની તપસ્યા કરનાર તપસ્વીઓએ શુક્રવારે પારણા કર્યા હતા. ત્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા રવિવારે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. આ શોભાયાત્રા શહેરના વાસુપુજય જિનાલયથી નીકળી જવાહર ચોક, ટાવર ચોક, જેલચોક, જવાહર ચોક, માઇ મંદિર રોડ, હેન્ડલૂમ ચોક પર થઇ જિનાલયે પરત ફરી હતી. શોભાયાત્રામાં તપસ્વીઓનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો. જયારે જિનાલયે તપસ્વીઓનું બહુમાન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ઉમટી પડયા હતા. જયારે ચોટીલામાં મહાવીર જન્મ કલ્યાણ વાંચનનાં દિવસે સપનાઓનાં પ્રતિક અને પ્રભુ પારણાની ઉછામણી થયેલ જેનો જૈન દેરાસરથી વરઘોડો નીકળ્યો હતો.

સુરેન્દ્રનગર | તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી

ચોટીલા | જૈન દેરાસરથી વરઘોડો નીકળ્યો હતો.

Surendranagar - સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી
X
Surendranagar - સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી
Surendranagar - સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના જયનાદ સાથે જૈનોની શોભાયાત્રા નીકળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App