વર્ધીમાં મસ્તી નહીં, પીધેલા PIની વાતોનો વીડિયો વાઈરલ

ચાલુ નોકરીએ દારૂ પીનારા પીઆઇ ફસાતાં અચાનક ડહાપણ ફૂટ્યું : રાતે શું બન્યું હતું તેનો ચિતાર લોકો સમક્ષ આવી ગયો ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Surendranagar - વર્ધીમાં મસ્તી નહીં, પીધેલા PIની વાતોનો વીડિયો વાઈરલ
ચોટીલા તરણેતર રોડ પર યુવતી સાથે ગેરવર્તન કરનાર પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોર સામે પીવાનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ દારૂના નશામાં ચકચૂર બનીને પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરે કેવા ખેલ નાંખ્યા હતા અને ત્યારબાદ યુવતીએ દાખવેલી હિંમત પછી ફસાયેલા પીઆઇની કેવી હાલત થઇ હતી તેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે. પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરે યુવતી તથા તેના સાથીદાર પર પણ હાથ ઉપાડી લીધા હોવાની વાતો સ્પષ્ટ સંભળાતી હતી. પીઆઇએ લાફો ઝીંકી દીધા બાદ મામલો ગરમાઇ ગયો હતો. યુવતી તથા તેમની ટીમ પીઆઇના આ કરતૂતથી રોષે ભરાયા હતા. લોકો વચ્ચે ઘેરાઇ ગયા બાદ ફસાયાની જાણ થતાની સાથે પીઆઇ અને સાથી પોલીસ જાણે ગરીબડી ગાય બની ખુદ પીઆઇ પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. અને વર્ધીમાં મસ્તી નહી તેવી પીધેલા પીઆઇ સુફીયાણી વાતો કરવા લાગ્યો હતો. લોકોના રોષને જોઇને ચાલતી પકડવા માંગતા પોલીસની ગાડીની ચાવી લઇ લીધી હતી. અને પોલીસ અધિકારી આવે પછી જ જવાનું કહેતા ટલ્લી થયેલા પીઆઇ કહે સારૂ મેડમ તમે કો તો રોકાઇ જઇએ છીએ પણ જમવાની વ્યવસ્થા કરજો. હવે કાર્યવાહી થશે જ તે બાબતનો ખ્યાલ આવી જતા પોલીસે બધુ પતાવવા માટે રીતસરની આજીજી કરી હતી. બીચારા પીઆઇની નોકરીના સવાલનો પણ વાસ્તો આપ્યો હતો. સામાન્ય રીતે લોકો પાસેથી તોડ કરતી પોલીસ આ મામલો દબાવવા માટે પૈસા આપવા પણ તૈયાર થઇ ગઇ હતી. ચાલુ ફરજ પર પીઆઇ દારૂ પી ગયા જેવી ગંભીર બાબત હોવા છતાં પોલીસ ભેગા થયેલા લોકોને જાણે કાંઇ જ ન બન્યુ હોય તેમ સમજાવતા કહેતી હતી કે, ભાઇ તમે બધા જતા રહો આમાં કાંઇ નથી ખાલી પીઆઇ પી ગયા છે.

બ્લડ સેમ્પલ બાદ જામીન પર મુક્ત

પીઆઇએ પોતાની નોકરીનો પણ વાસ્તો આપી મામલો પતાવવા આજીજી કરી હતી

વીડિયોની વાતચીતમાં પોલીસે હાથ ઉપાડયાનો પણ ઉલ્લેખ

લોકો વચ્ચેે ઘેરાઈ ગયા બાદ ગડબડ થયાની જાણ થતાં બે હાથ જોડીને માફી પણ માગી

સારું મેડમ તમે કો તો રોકાઇ જઇએ છીએ પણ જમવાની વ્યવસ્થા કરજો : PIનો લવારો

દારૂના નશામાં ચકચૂર પીઆઇનો વીડીયો વાયરલ થયો હતો.

પોલીસની આ નફ્ફટાઇનો વીડિયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે.

Surendranagar - વર્ધીમાં મસ્તી નહીં, પીધેલા PIની વાતોનો વીડિયો વાઈરલ
X
Surendranagar - વર્ધીમાં મસ્તી નહીં, પીધેલા PIની વાતોનો વીડિયો વાઈરલ
Surendranagar - વર્ધીમાં મસ્તી નહીં, પીધેલા PIની વાતોનો વીડિયો વાઈરલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App