અકસ્માત કેસમાં વળતરના 83,364 ચૂકવવા હુકમ

વીમા કંપનીએ વૃદ્ધાનો ક્લેઇમ પાસ કર્યો ન હતો રકમ ન ચૂકવાતા ફોરમમાં કેસ કરાયો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:22 AM
Surendranagar - અકસ્માત કેસમાં વળતરના 83,364 ચૂકવવા હુકમ

ચોટીલામાં રહેતા વૃદ્ધાને અકસ્માતમાં પગે ફેકચર થયુંં હતું. આથી મેડિકલેઇમ પોલિસી અંતર્ગત દાવો કરાયો હતો. પરંતુ વીમા કંપનીએ રકમ ન ચૂકવાતા ફોરમમાં કેસ કરાયો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે સારવારની રકમ રૂપિયા 83,364 વ્યાજ સહિત ચૂકવવા હૂકમ કર્યો છે.

ચોટીલાના દેરાસરવાળી શેરીમાં રહેતા કૈલાશબેન કિર્તીભાઇ શાહે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેડીકલેઇમ પોલીસી લીધી હતી. તેઓને અકસ્માતમાં જમણા પગે ઇજા પહોંચતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં તા. 14-9-18થી 18-9-15 સુધી સારવાર લીધી હતી. જેનો થયેલ ખર્ચ રૂપિયા 83,364 મેળવવા વીમા કંપનીમાં દાવો રજૂ કરાયો હતો. પરંતુ વીમા કંપનીએ રકમ ન આપતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફોરમના પ્રેસીડેન્ટ જજ અને સભ્યોએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનને સંયુકત કે વિભકત રીતે સારવારની રકમ રૂપિયા 83,364 દિવસ 30માં 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હૂકમ કર્યો છે.

X
Surendranagar - અકસ્માત કેસમાં વળતરના 83,364 ચૂકવવા હુકમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App