ઝાલાવાડને સ્વચ્છ કરવા 1800 NCC કેડેટ 18 દિવસ જાગૃતિ ફેલાવશે

જિલ્લાની શાળા- કોલેજ સહિતના જાહેર સ્થળોએ લોકોને સમજાવાશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surendranagar - ઝાલાવાડને સ્વચ્છ કરવા 1800 NCC કેડેટ 18 દિવસ જાગૃતિ ફેલાવશે

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેનો ધમધમાટ શરૂ થયો છે. પરિણામે આ જિલ્લાને સ્વચ્છ કરવા 18 દિવસ સુધી 26 ગુજરાત બટાલીયન એનસીસીના 1800 યુવાનો કામ કરશે. જેમાં સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ સફાઇ સાથે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા લાવવાનુ પણ અભિયાન ચલાવશે.

સ્વચ્છતા હી સેવા મીશન 2018 દિલ્હી અંતર્ગત ઝાલાવાડમાં સ્વચ્છતા અંગેની જાગૃતતાના કાર્યક્રમોનો ધમધમાટ શરૂ થયા છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 26 બટાલીયન એનસીસી સુરેન્દ્રનગરના કમાન્ડીંગ ઓફિસર તથા આર્મી સ્ટાફના માર્ગદર્શન નીચે તા. 15 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર-2018 સુધી એટલે કે, આગામી 18 દિવસો સુધી સફાઇનું અભિયાન ચાલશે. જેમાં એનસીસીના 1800 યુવાનો જિલ્લામાં સ્વચ્છતા અંગેની જાગૃતિના સેમીનારો અધિકારીઓના માર્ગદર્શન નીચે કરશે. જિલ્લાની તમામ સ્કૂલો, કોલેજો, માલવણ, લીંબડી,વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી, સાયલા, ડોળીયા સહિતના જુદા જુદા સ્થળોએ આ અભિયાન હેઠળ સફાઇ સાથે જાગૃતિના કાર્યક્રમો થશે.

આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા પણ જોડાઇને કાર્યવાહી કરશે. આ જાગૃતિ સેમીનાર 26 ગુજરાત બટાલીયન એનસીસી સુરેન્દ્રનગરનાં કેમ્પસમાં તા. 15 સપ્ટેમ્બરને શનિવારે સેમીનાર યોજાયો હતો.

જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ દ્વારા કેમ્પસની સાફસફાઇ કરી હતી. આ પ્રસંગે 26 ગુજરાત બટાલીયનના એનસીસી કેડેટ, લેફટનન હાર્દિક આર.ગોસાઇ, ફર્સ્ટ ઓફિસર દેવેન્દ્રસિંહ ચુડાસમા, અપૂર્વ ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

કેવા કેવા કાર્યક્રમો યોજાશે

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ત રેલી,ટોક શો, નાટક, સ્ટેચ્યુ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પર્વતો,હોસ્પિટલની સફાઇ, વોલપેન્ટીંગ સહિતના કાર્યક્રમો જિલ્લામાં યોજાશે. શાળા અને કોલેજોમાં ચિત્રસ્પર્ધા થકી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરાશે.

X
Surendranagar - ઝાલાવાડને સ્વચ્છ કરવા 1800 NCC કેડેટ 18 દિવસ જાગૃતિ ફેલાવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App