સુરેન્દ્રનગરની ઓળખ સમાન ટાવરની બંધ ઘડિયાળ શરૂ કરો

અજરામર ટાવર અને રંભાબેન ટાઉનહોલ, બંનેની ઘડિયાળ બંધ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surendranagar - સુરેન્દ્રનગરની ઓળખ સમાન ટાવરની બંધ ઘડિયાળ શરૂ કરો

સુરેન્દ્રનગર શહેરની શાન અને ઓળખ સમાન અજરામર ટાવર અને તેની પાસે આવેલા રંભાબેન ટાઉન હોલ બંનેના ટાવરની ઘડીયાળ વર્ષોથી બંધ હાલતમાં છે. શહેરના જાગૃત સીનીયર સીટીઝન દ્વારા આ બંને ટાવરોની ઘડીયાળને રીપેરીંગ કરી ફરી શરૂ કરવા કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં જ અજરામર ટાવર આવેલો છે અને આ ટાવર એ શહેરની ઓળખ સમાન બની ગયો છે. તેમજ ટાવર કારણે આ વિસ્તારને પણ લોકો ટાવરચોકથી ઓળખે છે. પરંતુ કમનસીબી એ છે કે ટાવરચોકમાં આવેલા ટાવર જ મરમ્મત ઝંખી રહ્યો છે. અજરામર ટાવર અને તેની પાસે જ આવેલા પાલિકા સંચાલિત રંભાબેન ટાઉન હોલના ટાવરની ઘડીયાળ લાંબા સમયથી બંધ હાલતમાં છે. તાજેતરમાં જ 15 ઓગષ્ટની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર શહેરમાં કરવામાં આવી હતી ત્યારે ટાવરો પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા બંધ ઘડીયાળ તરફ જાણે ઓરમાયુ વર્તન કરવામાં આવ્યુ હોય તેવું લાગી રહ્યું છે. આથી શહેરના સીનીયર સીટીઝન અશોકભાઇ પારેખે કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી બંને ટાવરોની મરમ્મત કરી તેની ઘડીયાળો ફરી શરૂ કરવા માંગ કરી છે. ઘડિયાળ શરૂ કરવામાં આવે તો શહેરની શોભામાં વધારો થાય તેમ છે અને લોકોને સમય જાણવા મળે તેમ છે.

સુરેન્દ્રનગર શહેરની ઓળખસમા ટાવરની ઘડીયાળ વર્ષોથી બંધ હાલતમાં છે.

X
Surendranagar - સુરેન્દ્રનગરની ઓળખ સમાન ટાવરની બંધ ઘડિયાળ શરૂ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App