Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - ભોગાવામાં રેતીચોરી કરતા 3 ટ્રેક્ટર ઝડપાયા

ભોગાવામાં રેતીચોરી કરતા 3 ટ્રેક્ટર ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:21 AM

વઢવાણ પ્રાંત અધિકારી વી.પી.પટ્ટણી વાઘેલા ગામે નાઇટ હોલ્ટ કાર્યક્રમ પૂર્ણ કરી આવતા હતા. આ સમયે વઢવાણ ભોગાવા...

  • Surendranagar - ભોગાવામાં રેતીચોરી કરતા 3 ટ્રેક્ટર ઝડપાયા

    વઢવાણ પ્રાંત અધિકારી વી.પી.પટ્ટણી વાઘેલા ગામે નાઇટ હોલ્ટ કાર્યક્રમ પૂર્ણ કરી આવતા હતા. આ સમયે વઢવાણ ભોગાવા નદીમાં રેતીચોરી થતી હોવાની માહિતી મળતા મામલતદારની ટીમને ચેકિંગ કરવા સૂચના આપી હતી. જેને ધ્યાને લઇ મામલતદાર ચૌધરી સહિતની ટીમે રેડ કરતા પાસ પરમીટ વગર ભોગાવા નદીમાંથી રેતી લઇ જતા ત્રણ ટ્રેકટરો ઝડપાયા હતા. આ બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. વઢવાણની ભોગાવો નદીમાંથી અવારનવાર રેતીચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેથી તપાસની માગ કરાઈ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending