• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar - કેનાલના પાણીથી વંચીત 3 ગામના ખેડૂતોને પાક વીમાની સહાય આપો

કેનાલના પાણીથી વંચીત 3 ગામના ખેડૂતોને પાક વીમાની સહાય આપો

ગત વર્ષે અતિવૃષ્ટી અને આ વર્ષે ઓછા વરસાદથી ખેડૂતોને મુશ્કેલી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surendranagar - કેનાલના પાણીથી વંચીત 3 ગામના ખેડૂતોને પાક વીમાની સહાય આપો

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, મોટા અંકેવાળીયા અને ગુજરવદી ગામ નજીક કેનાલ પસાર થતી ન હોવાથી ખેડૂતોને વરસાદ આધારીત ખેતી પર આધાર રાખવો પડે છે. ત્યારે પાક વીમાની સહાય રકમ ન મળતા આ ત્રણેય ગામના ખેડૂતો કલેકટર સમક્ષ લેખીત રજૂઆત કરી પાક વીમાની સહાયની રકમની માગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટીમાં ખેડૂતોનો મરો થયો હતો. જયારે આ વર્ષે અમુક ગામોમાં વાવણી લાયક વરસાદ પણ ન થતા ખેડૂતો મૂંઝાયા છે. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, મોટા અંકેવાળીયા અને ગુજરવદી ગામના ખેડૂતોએ કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી પાક વીમાની સહાયની રકમ આપવા માંગ કરી હતી. રજૂઆત કરતા મુકેશભાઇ પટેલ, ચમનલાલ ભુદરભાઇ, હર્ષદભાઇ, રાકેશભાઇ, સુખદેવભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે, ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, મોટા અંકેવાળીયા અને ગુજરવદીને બાદ કરતા મોટાભાગના ગામો પાસેથી કેનાલ પસાર થતા ખેડૂતો તેમાંથી પાણી મેળવે છે. પરંતુ અમારે વરસાદ આધારીત ખેતી પર આધાર રાખવો પડે છે. આ વર્ષે હજુ વરસાદ પૂરતો પડયો ન હોવાથી ખેડૂતો પરેશાન છે.

ધ્રાંગધ્રાના 3 ગામના ખેડૂતોએ પાક વીમાની સહાયની રકમ આપવા કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી.

X
Surendranagar - કેનાલના પાણીથી વંચીત 3 ગામના ખેડૂતોને પાક વીમાની સહાય આપો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App