• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar - 3 વિદ્યાર્થી ડૂબી જતાં હોસ્ટેલે બોડા તળાવ ફરતે ચેતવણી બોર્ડ મુક્યાં

3 વિદ્યાર્થી ડૂબી જતાં હોસ્ટેલે બોડા તળાવ ફરતે ચેતવણી બોર્ડ મુક્યાં

રજૂઆતને પગલે પાલિકાએ પણ સહકાર આપ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surendranagar - 3 વિદ્યાર્થી ડૂબી જતાં હોસ્ટેલે બોડા તળાવ ફરતે ચેતવણી બોર્ડ મુક્યાં

સુરેન્દ્રનગર-વઢવાણ માર્ગ પરની પોલીટેકનીકલ હોસ્ટલેના ત્રણ વિદ્યાર્થીઓના તા. 29 એપ્રિલ-2018ના રોજ તળાવમાં નહાવા પડતા મોત થયા હતાં. પરિણામે માનવજીંદગીઓ આ તળાવના પાણીથી બચે તે માટે હોસ્ટેલ તેમજ પાલિકા તંત્ર દ્વારા તળાવ ફરતે તા. 4 જેટલા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા હતા.

વઢવાણ શહેરનાં બોડા તળાવમાં તા. 29 એપ્રિલ-2018ના રોજ નહાવા જતા તળાવના કાદવમાં ખૂંચાઈ જવાના કારણે પોલીટેકનીકલ હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. આથી સાવચેતીના ભાગ રૂપે હોસ્ટેલ અને પાલિકા તંત્ર દ્વારા પગલા શરૂ કરાયા હતા. જેમાં વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર વી.વી.રાવળ, સી.યુ.શાહ પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલ માધવીબેન બી.શાહ, જે.પી.પરમાર તેમજ કોલેજ સ્ટાફની ઉપસ્થિતિમાં તળાવની ચારેય દિશાઓમાં જાહેર ચેતવણી રૂપી બોર્ડ મૂકાયા હતા. તેમજ આ તળાવના પાણીમાં ન જવાની લોકોને અપીલ કરી હતી.

વઢવાણ બોડાતળાવની ફરતા 4 જેટલા જાહેર ચેતવણીરૂપ બોર્ડ મૂકવામાં આવ્યા હતા.

X
Surendranagar - 3 વિદ્યાર્થી ડૂબી જતાં હોસ્ટેલે બોડા તળાવ ફરતે ચેતવણી બોર્ડ મુક્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App