પંચાયતની તીજોરી પરનો GST દૂર કરવા સરપંચોની માગણી

ગ્રામ્ય સરપંચ સંગઠનની બેઠકમાં નિર્ણય લેવાયો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surendranagar - પંચાયતની તીજોરી પરનો GST દૂર કરવા સરપંચોની માગણી

ગ્રામ્ય સરપંચ સંગઠન ગુજરાતના નેજા નીચે વિવિધ ગામનો સરપંચોની બેઠકનું આયોજન વઢવાણ તાલુકાના ખેરાળી ગામ પાસે આવેલા રાજરાજેશ્વર ધામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં પંચાયતની તીજોરી પરના જીએસટી દુર કરવા તેમજ પુરતી ગ્રાન્ટ સહીતના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી-લીમલી રોડ પર આવેલા રાજરાજેશ્વર ધામ ખાતે ગ્રામ્ય સરપંચ સંગઠનની પ્રદેશ કારોબારી અને જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતભરમાંથી સરપંચો ઉપસ્થિત રહ્યાં હતા અને સરપંચોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પંચાયતની તીજોરી પર લગાવવામાં આવેલ જીએસટી, સરપંચોને ભાડા ભથ્થા, ઓળખકાર્ડ, પુરતી ગ્રાન્ટ સહીતના પ્રશ્નો અંગે આગામી સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ સરપંચોને અધિકારીઓ દ્વારા ખોટી રીતે કરવામાં આવતી કનડગત અને રાજકીય ઇશારે બદનામ કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેરાળીના સરપંચ જુવાનસિંહ ડોડીયા, દિપક સોંદરવા, બાલકૃષ્ણભાઇ જીરાલા, મુકેશભાઇ પટેલ, બીપીનભાઇ પટેલ સહીતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ખેરાળીમાં ગ્રામ્ય સરપંચ સંગઠનની બેઠક યોજાઇ હતી.

X
Surendranagar - પંચાયતની તીજોરી પરનો GST દૂર કરવા સરપંચોની માગણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App