તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના સેવન સ્ટાર સ્પોર્ટસ ક્લબ દ્વારા યુવાનોને રમતગમતમાં આગળ આવવા પ્રેરણા આપવા માટે ઓપન ગુજરાત કબ્બડી ટુર્નામેન્ટ સ્વામી વિવેકાનંદ ટ્રોફિનું આયોજન કરાયુ હતું. તા.12 જાન્યુઆરીના રોજ એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં યોજાયેલ સ્પર્ધામાં સુરેન્દ્રનગર, મોરબી. રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લાઓની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ટીમ અને બોટાદની જય ગોપાલ ઇલેવન વચ્ચે રમાઇ હતી. બોટાદની ટીમને 53-61ના માર્જીનથી હરાવીને સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પીયન બની હતી. આથી વિજેતા ટીમને રૂ.5000 અને રનર્સઅપ ટીમને રૂ.2500 ઇનામ જ્યારે ભાગ લેનાર તમામ ટીમને ટ્રોફી અપાઇ હતી. આ આયોજનધ્રુવરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, ગીરીરાજસિંહ ઝાલા સહિત સેવનસ્ટાર સ્પોર્ટસ ક્લબના સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

કબ્બડી ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પીયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...