Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણની જ્યોતિનગર સોસાયટીમાં કોઈ પ્રાથમિક સુવિધા અપાતી નથી
વઢવાણની જ્યોતીનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે છેલ્લા 8 માસથી ગંદા પાણી રસ્તા પર ફરી વળતા હોવાની પાલિકામાં રજૂઆત છતા યોગ્ય ન કરાતા લોકોને રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે.
વઢવાણના વોર્ડનં.1ના અયોધ્યાનગર શાકમાર્કેટ પાસે આવેલ જ્યોતીનગર સોસાયટીમાં ભુગર્ભ ગટર, પીવાનું પુરતુ પાણી, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇ સોસાયટીમાં વસતા 30 થી વધુ પરીવારોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ વિસ્તારમાં છેલ્લા આઠ માસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા હોવાથી હાલ ડબલ ઋતુને લઇ લોકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે કૌશીકભાઇ વીરમગામી, જયેશભાઇ પ્રજાપતી સહિતના રહીશોએ જણાવ્યુ કે
અનુસંધાન પાના નં.3
પાલિકા તંત્ર સાંસદે કરેલા સૂચનને પણ ધોળીને પી ગયું
_photocaption_વઢવાણની જ્યોતીનગર સોસાયટીમાં ગંદકીના સામ્રાજ્યથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.*photocaption*