તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડની જમીન છૂટોછવાયો વરસાદ ખમી શકે, આ વર્ષે એકધારો વરસાદ પડતાં પાકને નુકસાનની ભીતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અનિયમીતતા રહે છે. કોઇ વર્ષ ભારે વરસાદ તો કોઇ વર્ષ ઓછો વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની જાય છે. તેમાં પણ જયા પાણીની સગવડતા નથી તેવા તાલુકાના ખેડૂતોને તો રાતા પાણીએ રોવાનો વારો આવે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સમયસર સારો વરસાદ પડતા સોળઆની વરસા પાકવાની ખેડૂતોને આશા હતી. પરંતુ જિલ્લમાં સિઝનનો કુલ 138.99 ટકા વરસાદ વરસી ગયો છે. અને હજી પણ સતત વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. સતત ભરાઇ રહેલા પાણીને કારણે પાક બળી રહયો છે.

આમ મેઘાની મહેર હવે મોલાત માટે કહેર બનીને વરસી રહી છે. હજુ પણ પાચ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. જો આવી રીતે જ વરસાદ પડતો રહયો તો લીલી દુષ્કાળની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતોને પાણીને કારણે થયેલા નુકસાનની વિગતો મેળવવા માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જો વરસાદ ખમૈયા કરે તો શારૂ નહીંતો ઝાલાવાડના ખેડૂતોને વરસાદના વધુ પડતા પાણીને કારણે રોવાનો વારો આવે તેવી સ્થિતી સર્જાઇ છે.જ્યારે ધ્રાંગધ્રા પંથક છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ સિઝનનો 41 ઈંચ વરસાદ નોધાયો છે.આથી ખેડૂતો મુશ્કેલીમા મુકાઇ ગયા હતા. આ ઉપરાંત હળવદ પંથકમાં સિઝનનો 19 ઇંચ વરસાદ પડયો હતો. અને મુશળધાર વરસાદના પગલે ખેડૂતોઓને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો.જ્યારે રવિવારે રાયસંગપર નદી પાસે ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક પાણી સાથે તણાતા સ્થાનિક યુવાનોએ યુવાનને બચાવી બાઇક બહાર કાઢ્યુ હતુ.

હાલ કપાસને ફૂલ બેસવાનો સમય થયો છે, વરસાદથી ફૂલ ખરી જાય છે, આથી ઉત્પાદન પણ ખૂબ ઓછું થઇ શકે છે
તાલુકાદીઠ વરસાદનાં આંકાડા
તાલુકાે 24 કલાકનો સિઝનનો કુલ

ચોટીલા 19 853

ચુડા 4 1063

પાટડી 22 560

ધ્રાંગધ્રા 45 975

થાન 32 838

લખતર 21 776

લીંબડી 15 555

મુળી 34 752

સાયલા 48 802

વઢવાણ 27 872

15 દિવસથી ખેતરમાં પગ મુકાય તેમ નથી
ખેતરોની હાલત એવી થઇ ગઇ છે કે ખેડૂત પોતાના ખેતરમાં જઇ શકે તેમ નથી. આથી કપાસ સહિતના પાકમાં ઘાસ ખુબ ઉગી નિકળ્યા છે. આ ઉપરાંત સતત પાણી ભરાઇ રહેવાને કારણે પાક બળી જાય તેવી સ્થીતી છે. જગુભા સોલંકી, ખેડૂત વડોદ

હળવદ તાલુકાના ટીકર ગામના સીમ ખેતરો તેમજ વાડીઓમાં વરસાદી પાણી.

પાકને નુકસાન થયુ હોય તો 48 કલાકમાં જાણ કરો
 જે ખેડૂતોએ પાક વિમો લીધો હોય તેવા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઇ ગયા હોય અને નુકસાન થયુ હોય તેઓએ 48 કલાકમાં નુકસાનીની જાણ કરવાની રહેશે. તે માટે ખેડૂત વિમા કંપાનીની દરેક તાલુકાની ઓફિસે અથવા ખેતીવાડી શાખાની ઓફિસનો સંપર્ક કરવો કે.રાજેશ, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર

ધ્રાંગધ્રામાં 15 વર્ષમાં સૌથી વધુ સિઝનનો 41 ઈંચ વરસાદ, આથી ખેડૂતો મુશ્કેલીમા મુકાયા
ખેડૂતો ખેતરમાં ન જઇ શકતા ખાતર કે નિંદામણ પણ નથી કરી શક્યા
જિલ્લાની જમીન માટે વરસાદ બેગણો, રવી પાક પણ મોડો થશે
 સુરેન્દ્રનરગ જિલ્લાની જમીનની તાસીર જોતા અહીયા એક સામટો નહી પરંતુ કટકે કટકે 16 થી 18 ઇચ જેટલો વરસાદ પડે તો સોળઆની વરસ પાકે. કારણ કે જમીન વધુ પડતો વરસાદ સહન કરી શકતી નથી. આ વર્ષે ડબલ વરસાદ પડયો છે અને તે પણ ધાબડીયો. આ વરસદાને કારણે ખાસ કરીને આગોતરા કપાસના વાવેતરને સૌથી વધુ નુકસાન થઇ રહયુ છે. હાલના સમયે આ કપાસને ફુંલ બેસવાનો સમય થઇ ગયો છે વરસાદને કારણે ફુંલ ખરી જાય છે. આથી ઉત્પાદન પણ ખૂબ ઓછુ થઇ શકે છે. આ ઉપરાંત તલ,મગ, તથા જુવાર જેવા પાકને પણ નુકસાન થઇ રહયુ છે. મહત્વની એ બાબત છે કે જમીનમાં ભેજનું પ્રમાણ ખુબ વધી ગયુ છે આથી તેને સુકાતા પણ વાર લાગી શકે છે જે જોતા આ વર્ષે રવી વાવેતર પણ મોડુ થશે. સતત વરસાદને કારણે ખેડૂતો ખાતર કે નિંદામણ પણ નથી કરી શકયા જેની અસર ઉત્પાદન ઉપર થઇ શકે છે. જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી

એક્સપર્ટ વ્યૂ
અન્ય સમાચારો પણ છે...