શહેરમાંં પોલીસ મથકમાં કશ્યપ રાવલના મોત પ્રકરણમાં ઝાલાવાડ ક્ષત્રિય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંં પોલીસ મથકમાં કશ્યપ રાવલના મોત પ્રકરણમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપુત ક્ષત્રિય સમાજ અને કરણીસેના દ્વારા કલેક્ટર કચેરી અને ડીએસપી ઓફિસમાં લેખિત આવેદન પાઠવ્યું હતુ઼. જેમાં ઝાલાવાડ ક્ષત્રિય રાજપુત સમાજના પ્રમુખ ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા, જશુભા ઝાલા, કરણી સેનાના લક્કીરાજસિંહ ઝાલા, પથુભા પરમાર, કારડિયા રાજપુત ક્ષત્રિય સમાજના અગ્રણી દાદભા રાઠોડ વગેરેેએ રજૂઆત કરતા જણાવ્યું કે યુવાનના મોત મામલે અમે તેમના પરિવારજનોની સાથે જ છીએ પરંતુ પોલીસનું મનોબળ ન તૂટે તેવી કાર્યવાહી કરવી જોઇએ તેમજ ઘટનામાં સાચી વિગતો બહાર આવે તે પહેલા કોઇ નિર્દોષ કર્મચારીઓનો ભોગ ન લેવાય તેવી અમારી માંગ છે. જો કોઇના દબાણવશ ફરિયાદમાં ખોટી કલમો લગાવવામાં આવશે તો અમને આંદોલન કરવાની ફરજ પડશે એમ પણ અગ્રણીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...