GST લાગુ કર્યાને 31 મહિના થયા છતાં પોર્ટલમાં કોઇ સુધારો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યાને 31 મહિના જેટલો સમય થવા છતાં જીએસટી પોર્ટલમાં રહેલી ખામીઓ દુર ન કરાતા સુરેન્દ્રનગર સેલ્સટેક્ષ બાર એસોસિએશને કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવ્યું હતું. અને પોર્ટલ તેમજ નેટવર્કની ખામીઓ દુર કરવા માંગ કરી હતી.

જેમાં રજૂઆત કરતા બારના પ્રમુખ પ્રતિકભાઇ પુરોહીત, સેક્રેટરી અભીષેક બાવળીયા સહિતનાઓએ જણાવ્યું કે જીએસટી લાગુ કર્યાને 31 મહિના જેટલો સમય થવા છતાં પોર્ટલની કામગીરીમાં કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે કરદાતા, કર વ્યવસાયોઓના હીતને નુકશાન થઇ રહ્યું છે. તેમજ જીએસટીના કાયદા હેઠળ પાલન કરવાના થતા નિયમોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર મહિને રિટર્ન ભરવાના છેલ્લા દિવસ સુધી સાઇટ ઠપ્પ હોય છે. ત્યારે જ્યાં સુધી પોર્ટલની ખામીઓ દુર ન થાય ત્યાં સુધી કોઇ પણ જાતની લેઇટ ફી ન લેવામાં આવે અને જીએસટીની વિધીઓ તથા રિટર્ન ફોર્મ સરળ બનાવાવમાં આવે તેવી માંગ છે.

નેટવર્કની ખામી દુર કરવા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું

અન્ય સમાચારો પણ છે...