તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 5 પીએસઆઇની આંતરિક બદલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ તા. 12ના રોજ જિલ્લાના પાંચ પીએસઆઇની આંતરીક બદલીના હૂકમો કર્યા છે. જેમાં તાજેતરમાં ગેડીયા ગેંગનો પીછો કરનાર લીંબડી પીએસઆઇ એસ.એસ.વરૂની થાન પીએસઆઇ તરીકે બદલી કરી તેમને પીઆઇનો વધારાનો ચાર્જ અપાયો છે. અને એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને થાન પીઆઇના ચાર્જમાંથી મુકત કરાયા છે. આ ઉપરાંત એલસીબી પીએસઆઇ વી.આર.જાડેજાને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇનો વધારાનો ચાર્જ અપાયો છે. જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ આર.જે.જાડેજાને ચોટીલાથી પાણશીણા પોલીસ મથક, વી.એન.ચૌધરીને પાટડીથી લીંબડી પોલીસ મથક અને એમ.એમ.ઠાકોરને પેરોલ ફર્લો સ્કવોડમાંથી પાટડી પોલીસ મથકે બદલીના હૂકમો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...