તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સમયે મતદાન મથકો પર ફરજ બજાવતા શિક્ષકો સહિતના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી સમયે મતદાન મથકો પર ફરજ બજાવતા શિક્ષકો સહિતના કર્મચારીઓની હાલ ડેટાએન્ટ્રી સહિતની કામગીરી ચાલી રહી છે. આવા સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 16મીએ શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો.

જેમાં 23 જેટલા શિક્ષકોએ જિલ્લા બહારના સ્થળ પસંદ કર્યા હતા. જ્યારે 20થી વધુ શિક્ષકોએ જિલ્લા બહારથી સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓની પસંદગી કરી છે. કેમ્પ કરવા જેટલું પુરતું નહીં પરંતુ શિક્ષણ વિભાગે જે તે સ્થળે શિક્ષકોના ઓર્ડરો કરી દેવાતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. રાજેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરીને કારણદર્શક નોટિસમાં જણાવાયા મુજબ શિક્ષકોની બદલીમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની સૂચનાનું ઉલ્લંઘન કરાયું છે. બદલીના લીધે ચૂંટણી જેવી રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ પડી શકે તેમ છે. આથી દિવસ 3માં રૂબરૂ હાજર રહી લેખીત ખુલાસો કરવા જણાવાયુ છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરીએ જણાવ્યુ કે, પ્રાથમિક શિક્ષક નિયામક, ગાંધીનગરની સૂચનાથી બદલી કેમ્પ કરાયો હતો. જેમાં બદલી થયેલા શિક્ષકોને જે તે સ્થળે તા. 31-5-19 બાદ હાજર થવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો