તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ તાલુકાના ચોપડવા ગામે રહેતા પરિવારના પુત્રની જાન લઇને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના ચોપડવા ગામે રહેતા પરિવારના પુત્રની જાન લઇને વઢવાણમાં વર્ષ 2014માં પરણવા આવ્યા હતા. આ લગ્ન સમયે યુવકની ઉંમર 21 વર્ષની હોવાની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગે યુવક અને યુવતીના માતા-પિતા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે યુવકના પિતાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા ફટકારી છે.

આજના આધુનિક સમયમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સમાજમાં બાળકોની ઉંમર લગ્ન લાયક ન હોવા છતાં લગ્ન કરાવી દેવાય છે. વર્ષ 2014માં વઢવાણમાં પણ થયેલ આવા જ એક લગ્નમાં કોર્ટે યુવકના પિતાને એક વર્ષની સજા ફટકારી છે. આ કેસની મળતી માહિતી મુજબ ભચાઉના ચોપડવા ગામે રહેતા પરસોત્તમભાઇ રાઠોડ અને કસ્તુરબેન રાઠોડના પુત્ર ઘનશ્યામભાઇના લગ્ન વઢવાણના ધીરૂભાઇ ચાવડા અને શાંતીબેન ચાવડાની પુત્રી અનસોયાબેન સાથે 25-5-14એ થયા હતા. આ લગ્ન સમયે વરરાજા ઘનશ્યામભાઇની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોવાની જાણ થતા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જે.એન.મકવાણાએ વરરાજા અને કન્યાના માતાપિતા સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં કેસ દરમિયાન કન્યાના પિતા ધીરૂભાઇનું અવસાન થયું હતું. આ કેસ તાજેતરમાં વઢવાણ જ્યુડિશીયલ ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તુલસીબેન ડામોરની દલીલો, 10 મૌખીક પુરાવા અને 13 દસ્તાવેજી પુરાવાને આધારે જજ એમ.વી.પટેલે ચૂકાદો આપ્યો હતો. ચૂકાદામાં યુવકની માતા કસ્તુરબેન અને યુવતીની માતા શાંતીબેનને રૂપિયા 10-10 હજારનો દંડ કરાયો છે. જ્યારે વરરાજાના પિતા પરસોત્તમભાઇ રાઠોડને એક વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ કરાયો હતો. જો તેઓ દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજાનો પણ હૂકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો