સુરેન્દ્રનગરમાં બાઇકની ચેનથી આધેડને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય દિલાવરભાઇ જીવામીયા કાઝી કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 13ના રોજ રાત્રે તેઓ તેમના ઘેર હતા ત્યારે ફિરદોષ સોસાયટીમાં જ રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો પ્રવીણભાઇ નશો કરેલી હાલતમાં ધસી આવ્યો હતો. જેમાં દિલાવરભાઇને મનફાવે તેમ ગાળો દેતો હતો. આથી દિલાવરભાઇએ ગાળો દેવાની ના પાડતા પ્રદીપે બાઇકની ચેન વતી માર માર્યો હતો. જેમાં દિલાવરભાઇને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એસ.આર.ઘોરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...