પાંચાળની પવિત્ર ભૂમિમાં જગત જનની, ચંડ મુંડને હણનારી માં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચાળની પવિત્ર ભૂમિમાં જગત જનની, ચંડ મુંડને હણનારી માં ચામુંડાના ડુંગર ઉપર બેસણા છે. અનેક જ્ઞાતિના લોકોની કુળદેવી માં ચામુડાનું સ્થાનક લાખો ભાવિકો માટે આસ્થાનું સ્થાન છે. દરરોજ હજારોની માનવમેદની માં ના ચરણોમાં માથુ જુકાવી આશિર્વાદ મેળવે છે. ત્યારે રવિવારથી માં ના નવલા નોરતાની શરૂઆત થઇ રહી છે. માં ના ગુણગાન ગાવા માટે ડુંગર ઉપર પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ પહેલા નોરતાથી જ દર્શનાર્થીઓની ભીડ જામે છે. નવલા નોરતાના દિવસોમાં દરરોજ અંદાજે 15 હજારથી વધુ લોકો દર્શનનો લાભ લે છે. જ્યારે આઠમના દિવસે 40 હજારથી વધુ લોકો દર્શન માટે ઉમટી પડે છે. ભાવીકો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 30 મણ લાડુ, પરોઠા, ઉંધિયુ, મગ અને દાળ ભાત સહિતના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...