તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં આજે આકાશીયુદ્ધ ખેલાશે 1 કરોડથી વધુનાં પંતગ-દોરીનું વેંચાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં છેલ્લા બે દિવસો દરમિયાન ઉત્તરાયણની ખરીદી નિકળતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. રવિવાર અને સોમવારે લોકો પતંગ, દોરી સહીતની ચીજવસ્તુઓની ખરીદી કરવા ઉમટી પડતા શહેરની મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. અને સોમવારે મોડી રાત સુધી 1 કરોડથી વધુના પતંગ-દોરી વેંચાયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

આ વર્ષે ઉત્તરાયણના થોડા દિવસો અગાઉ સુધી બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો જેને કારણે ઉત્તરાયણની ઉજવણી ફીક્કી પડે તેવી શક્યતાઓ દેખાઇ રહી હતી. પરંતુ આખરી બે દિવસોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડતા શહેરની મુખ્ય બજાર જેવી કે હેન્ડલુમચોકથી ટાવર રોડ, ટાંકી ચોકથી મલ્હાર ચોક, જોરાવરનગર, રતનપર , 80 ફુટ વિસ્તાર સહીતની જગ્યાઓ પર રંગબેરંગી પતંગો, દોરી, ચશ્મા, ટોપી, ફુગ્ગાઓ, ગેસ ભરેલા વિવિધ કાર્ટુનો, પંપુડા, બોર, શેરડી, ઝીંઝરા સહીતની વસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા. સોમવારે મોડી સાંજથી ઘણા લોકો અગાસી પરથી પતંગો ચગાવતા ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો. જ્યારે બીજી તરફ ઉત્તરાયણ પર્વ પર દાન પુણ્યનું પણ અનેરૂ મહત્વ હોવાથી જીવદયાસંસ્થાઓ, પાંજરાપોળ સહીતની સંસ્થાઓ દ્વારા તેમજ પશુઓ માટે દાન એકઠું કરવા પણ સ્ટોલ ઉભા કરાયા હતા.

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં છેલ્લા દિવસે ઉત્તરાયણની ખરીદીની ભારે ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો