તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 5 વર્ષમાં ગ્રાહક સુરક્ષાના 2142 કેસ નોંધાયા, માત્ર 762નો નિકાલ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રૂ.100થી વધુની ખરીદી પર બિલ લેવું

રૂપિયા 100 કરતા વધુ કિંમતની ખરીદાયેલી વસ્તુનું બિલ લેવાનો ગ્રાહકનો અધિકાર છે. પરંતુ કોઇ વાર દુકાનદાર એમ કહે કે પાકુ બિલ ન લો તો આટલા રૂપિયા ઓછા દેશો તો ચાલશે તેવુ બને છે. પરંતુ ગ્રાહકોએ બિલ લેવાનો પૂરો આગ્રહ રાખવો જોઇએ. ઓછા પૈસાની લાલચે બિલ ન લેવુ તે હિતાવહ નથી. ખરીદાયેલી વસ્તુનું બિલ હોય તો અસંતોષના સમયે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરી શકાય છે.> પી.ડી.સોલંકી, ઇન્સપેકટર, તોલમાપ કચેરી

આજે તા. 15 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 2142 ગ્રાહકોએ જ પોતાના હક્કના પોષણ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સામાન્ય રીતે ગ્રાહક સુરક્ષા અદાલતમાં આવતા કેસોમાં વર્ષ 2017 અને 2018માં ખેતીની સહાય મળી ન હોવાના વીમા કંપની સામેના કેસો વધુ સંખ્યામાં નોંધાયા છે. જયારે અકસ્માત, મેડિકલેઇમ વગેરે કિસ્સાઓમાં વીમાકંપનીઓ સામેના કેસો પણ હોય છે. આ ઉપરાંત ઇલેકટ્રોનીકસ, મોબાઇલ જેવી ચીજવસ્તુઓમાં ખામી, ઓનલાઇન વસ્તુ મંગાવ્યા બાદ છેતરપિંડી જેવા કેસો બહુ ઓછા નોંધાયા છે.

પાંચ વર્ષમાં 100થી વધુ વસૂલાત અરજીઓ આવી

સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસના ચૂકાદા સમયે અરજદાને વળતરનો હૂકમ કરવામાં આવે છે. જેમાં 30, 45 કે 60 દિવસની મુદતમાં રકમ ચૂકવવાની હોય છે. પરંતુ અમુક કંપનીઓ, દુકાનદાર કે સરકારી વિભાગ વળતરની રકમ ન ચૂકવે તો અરજદાર અરજી કરી શકે છે. પાંચ વર્ષમાં અાવી 100થી વધુ અરજી આવી છે.

વાહન વીમાે કે મેડિકલ પોલીસી લેતી વખતે કંપનીની શરતો અવશ્ય વાંચવી

સામાન્ય રીતે લોકો વાહનનો વીમો કે મેડિકલેઇમ પોલીસી લેતી વખતે એજન્ટ કે ત્યાં સહીઓ કરી દે છે. બાદમાં જયારે કલેઇમ પાસ કરવાનો થાય ત્યારે વીમા કંપની તેમની શરતો મુજબ પૈસા કાપી લે છે. આથી વાહનનો કે પોતાનો મેડિકલેઇમ લેતા પહેલા વીમા કંપનીની શરતો વાંચવી અગત્યની છે. > રીતેશ જાની, એડવોકેટ

નોંધાયેલા કેસો

વર્ષ દાખલ કેસ

2015 126

2016 140

2017 250

2018 1422

2019 204

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર : રાજય સરકાર ગ્રાહકોના હિતો માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. પરંતુ ગ્રાહકોમાં હજુ જોઇએ તેટલી જાગૃતિ આવી નથી. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં 5 વર્ષમાં માત્ર 2142 જ ગ્રાહકોએ સંતોષકારક સેવા ન મળતા કોર્ટનું શરણુ લીધુ છે.

5 વર્ષમાં 100 વસૂલાતની અરજીઓ

આજે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો