Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસમાં કોળી સમાજને ટકાવવા BJPની જેમ મહત્ત્વ આપવું જોઇએ
કોંગ્રેસમાં કોળી સમાજને ટકાવી રાખવો હોય તો ભાજપની જેમ સમાજના નેતાઓને મહત્વ આપવુ જોઇએ તેવુ નિવેદન લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇ પટેલે ગાંધીનગર ખાતે સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં નિવેદન આપ્યુ હતુ.રાજય સભાની ચુંટણીના પડઘમ વાગી ચુંકયા છે ત્યારે આ નિવેદનથી અનેક રાજકિય અટકળો વહેતી થઇ છે.
સૌરાષ્ટ્રના કોળી સમાજના નેતા અને આગેવાનોએ દર મહિને એકવાર મળીને સમાજની સાથે રાજકિય ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યુ હતુ. જેમાં પ્રથમ બેઠક ફેબ્રુઆરી મહિનામાં ડોળીયા ખાતે મળી હતી. ત્યાર બાદ વિધાનસભાના સત્રને લઇને તા.11 માર્ચને ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ ગાંડાભાઇ પટેલ, ચોટીલાના ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણા, પુંજાભાઇ વંશ સહિતના આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠક પૂર્ણ થઇ ગયા બાદ પત્રકારોને વિગતો આપતા લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલે એવું જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં કોળી સમાજને ટકાવી રાખવા માટે ભાજપની જેમ કોળી સમાજના નેતાઓને ..અનુસંધાન 3 પર
અનેક રાજકીય અટકળો વહેતી થઇ
લીંબડી ધારાસભ્યનું બેઠકમાં નિવેદન