તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુ.નગર જિલ્લાની 16 ગ્રામ પંચાયતોમાં સરપંચ, 188 વોર્ડના સભ્યોની ચૂંટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું જાહેરનામુ તા. 31 ડિસેમ્બરના રોજ પ્રસીધ્ધ થયુ હતુ. જેમાં તા. 5 જાન્યુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા. 7ના રોજ ચકાસણી, તા. 8 પરત ખેંચવાનો દિવસ, તા. 20ના રોજ મતદાન અને તા. 22ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 16 ગ્રામ પંચાયતોમાં ગામના રાજા એવા સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે. જયારે 10 તાલુકાના 120થી વધુ ગામોમાં 188 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતોની ચુ઼ટણીના લીધે હાલ ગામડાઓમાં રાજકારણ ગરમાયુ છે.

જિલ્લાની 16 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાશે
તાલુકાનું નામ ગામના નામ

ધ્રાંગધ્રા ગુજરવદી

વઢવાણ નાના કેરાળા

લખતર છારદ

સાયલા સેજકપર

લીંબડી ચોરણીયા, દેવપરા, નટવરગઢ

રામરાજપર, જાંબુ, સૌકા

ચૂડા અચારડા, લાલીયાદ

થાનગઢ જામવાળી

મૂળી સરા

ચોટીલા વાવડી

દસાડા સાવડા

કેટલા વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી
તાલુકા વોર્ડની સંખ્યા

ધ્રાંગધ્રા 43
વઢવાણ 16
લખતર 20
સાયલા 15
લીંબડી 15
તાલુકા વોર્ડની સંખ્યા

ચૂડા 17
થાનગઢ 5
મૂળી 14
ચોટીલા 16
દસાડા 27
3 વર્ષથી પેટા ચૂંટણી થતી નથી
વર્ષ 2016 બાદ નવા અમલી બનાવેલા રોટેશન મુજબ પેટા ચૂંટણી ચાલી આવે છે.પરંતુ વસ્તી ન હોવાથી કોઇ ઉમેદવારી કરતુ નથી અને ચૂંટણી યોજાતી નથી. આથી છેલ્લા ત્રણ વર્ષથી વઢવાણના નાના કેરાળા, ચૂડાના લાલીયાદ, થાનના જામવાળી સહિતના ગામોની પેટા ચૂંટણીઓ જાહેર થાય છે.

અન્ય સમાચારો પણ છે...