તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં યુવાને એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં યુવાને એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. આ બનાવમાં જોરાવરનગર પોલીસે યુવાનની અટકાયતી પગલાની કાર્યવાહી કરતા વિવાદ વકર્યો છે. સાથી સામાજીક કાર્યકરે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.

જોરાવરનગરના સામાજીક કાર્યકર હિતેશ બારૈયાએ 28 જાન્યુઆરીએ મહિલાઓ સાથે એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન આપવા મુદ્દે કલેક્ટર કચેરીમાં કરેલી રજૂઆતમાં જો કેરોસીન ન અપાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તથા આત્મ વિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી. જેને પગલે જોરાવરનગર પોલીસે હિતેશભાઇ બારૈયાને રૂબરૂ બોલાવી તેમના અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરાઇ હતી. રજૂઆત સમયે હિતેશભાઇની સાથે રહેનાર નટુભાઇ પરમાર સહિતનાઓએ પોલીસ મથકે આવી પોલીસ અટકાયતમાંથી વગર જામીને હિતેશ બારૈયાને છોડવા જણાવ્યું હતું.

પરંતુ પોલીસ કાર્યવાહી પર અડગ રહેતા કહ્યું કે અમે કાયદા મુજબ અટકાયત કરી છે. આ અંગે નટુભાઇએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી જો હિતેશ બારૈયાને મુક્ત ન કરાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો