સુરેન્દ્રનગરમાં 178 બાળ વૈજ્ઞાનિકોઅે કૃતિ રજૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના દાદાભગવાન ત્રિમંદિર ખાતે ત્રિદિવસીય વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર શહેર તથા તાલુકાની શાળાઓના 178 બાળવૈજ્ઞાનિકોએ તેમની 89 કૃતિઓ રજુ કરી હતી. જે 4 હજારથી વધુ મુલાકાતીઓએ નિહાળી હતી.

ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી વઢવાણ અને બ્લોક રીસોર્સ સેન્ટર વઢવાણ દ્વારા દાદા ભગવાન ત્રિ-મંદિર સુરેન્દ્રનગરમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ પર વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું તા.26 થી 28 સપ્ટેબર દરમિયાન આયોજન કરાયુ હતુ.

જે પદ્મશ્રી મુકતાબેન ડગલી તથા પ્રજ્ઞાચક્ષુ બહેનોના ઉદઘાટન કરાતા પ્રાથમિક વિભાગની 50, માધ્યમિક વિભાગની 34 અને ઉચ્ચ માધ્યમિક વિભાગની 7 એમ કુલ 89 કૃતિ 178 બાળ વૈજ્ઞાનિકએ ભાગ લઇ રજૂ કરી હતી. જે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન દેવપાલસિંહ, પ્રાચાર્ય સી.ટી.ટૂંડિયા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ. બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરી પ્રાથમિક, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો.પંકજભાઇ વલવાઈ, માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો વેગેરે સહિત જિલ્લાભરમાંથી 4 હજારથી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહીબાળકોની કૃતિ નિહાળી હતી.

સુરેન્દ્રનગરના દાદાભગવાન ત્રિમંદિરે ત્રિદીવસીય વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ.

અન્ય સમાચારો પણ છે...