સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા ગુનાઓ અટકાવવા, અનડિટેકટ ગુનાઓનો ઉકેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા ગુનાઓ અટકાવવા, અનડિટેકટ ગુનાઓનો ઉકેલ મેળવવા સીસીટીવી અગત્યનું માધ્યમ બની ગયા છે. ત્યારે જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી સોનીની દુકાનો, બેંકો, એટીએમ, હોટલ, હોસ્પિટલ, રેસ્ટ હાઉસ સંચાલકોને નાઇટ વીઝનવાળા સીસીટીવી કેમેરા નાંખી તેમાં 15 દિવસનું રેકોર્ડીંગ રાખવા આદેશ કર્યો છે.

જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી ખાસ કરીને નાઇટ વીઝનવાળા હાઇ ડેફીનેશન કેમેરા લગાવવા અને તેમાં 15 દિવસનું રેકોર્ડીંગ રહે તેવો આદેશ કર્યો છે. જેમાં જવેલર્સ શો રૂમની અંદર-બહાર આવતા જતા વ્યકિતઓ સ્પષ્ટ દેખાઇ શકે તે રીતે કેમેરા લગાવવાના રહેશે. હોટલ, હોસ્પિટલ, રેસ્ટ હાઉસોમાં પણ આવતા જતા લોકો અને ગાડીના નંબર દેખાય તે રીતે કોમેરા રાખવા. દરેક વાહનોના નંબર દેખાય તે ઉપરાંત વાહનમાં બેસેલ વ્યકિતની ઓળખ થઇ શકે તેવા કેમેરા હોવા જઇએ. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત તેમજ ભંગ કરવામાં મદદગારી કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થનાર હોવાનું પણ જાહેરનામાના અંતે જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...