તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં તાપમાન બીજા દિવસે પણ 41.3 ડિગ્રી રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 7 એપ્રિલને રવિવારે સૂર્યદેવ જાણે અગનજ્વાળા વરસાવતા હોય તેમ 43.3 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયુ હતું. જેની અસર જનજીવન સાથે પશુપંખીઓ પર પડી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી તાપમાનમાં 2.0 ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ થોડીઘણી રાહત અનુભવી છે. કારણ કે, તા. 8 એપ્રિલને સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 41.3 અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રીએ રહ્યુ હતું. જ્યારે તા. 9 એપ્રિલને મંગળવારે પણ મહત્તમ તાપમાન 41.3 અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયુ હતું. આમ આ બે દિવસો દરમિયાન સૂર્યનારાયણ જાણે એક જ મિજાજે તપ્યા હોય તેમ મહત્તમ તાપમાન કોઇ જ ફેરફેરા જોવા મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...