તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં 1 સપ્તાહમાં 56 વ્યક્તિને કૂતરાં કરડ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં કૂતરાઓએ 56 લોકોને બચકા ભર્યા હતા. આ ઉપરાંત પ્રાણીઓને પણ બચકા ભરતા વિસ્તારોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો. અને સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. નગરપાલિકા દ્વારા કુતરા પકડવા માટે કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

ધ્રાંગધ્રા શહેરના સુરેન્દ્રનગર રોડ, જીઆઈડીસી,હરીપર રોડ, હાઉસીંગ બોર્ડ મફતીયાપરા, કુડારોડ શહેરના અલગ અલગ વિસ્તારમા કુતરાઓનો આતંક જોવા મળી રહયો છે. જેના કારણએ છેલ્લા એક અઠવાડીયામાં જુદા જુદા વિસ્તારોમાં મયુરભાઈ શાહ, મહેશભાઈ ઠાકોર, યોગેન્દ્રસિંહ, રણછોડભાઈ સહિતના 56 લોકોને કુતરા કરડતા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર લેવી પડી છે. આ ઉપરાંત કુતરાઓ નાના મોટા પ્રાણીઓને પણ કરડવાના બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ અંગે સંજયભાઈ ધોળકીયાએ જણાવ્યુ કે કુતરાએ બચકા ભરતા લોકોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો. આથી કુતરાઓને પકડવામા આવે તેવી લોક માગણી છે. આ અંગે નગરપાલીકા સેનીટેશન ચેરમેન ધનુભાઈ સીધીએ જણાવ્યું કે તાત્કાલીક તપાસ કરી કુતરાઓને પકડવાની વ્યવસ્થા કરવામાં આવશે અને લોકોની મૂશ્કેલી દુર કરાશે

અન્ય સમાચારો પણ છે...