તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોનો ગ્રેડપે 4200 નહી કરાય તો આંદોલન કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજયમાં શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ પે 4200માંથી 2800 કરવાનો નિર્ણય કરાયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ બાબતે શિક્ષકોના હિતમાં આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર ગ્રેડ પે 4200 નહી કરે તો જિલ્લાના શિક્ષકો આંદોલનના મંડાણ કરશે.

ગુજરાત રાજયના શિક્ષકોને નોકરીના 9, 20 અને 31 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મળે છે. રાજય સરકારે તાજેતરમાં તા. 1-1-19 પછી 9 વર્ષે મળતા ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ પે 4200માંથી 2800 કરવાનો નીર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી સમગ્ર રાજયની સાથે જિલ્લાના શિક્ષકો પણ નારાજ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઇ સભાડ અને મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ જો સરકાર ફરી ગ્રેડ પે 4200 નહી કરે તો જિલ્લાના શિક્ષકો આંદોલનનો માર્ગ અપનાવનાર છે. જયારે તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદ્યા સહાયકોની સ્પેશ્યલ લીવ અંગે કરાયેલ રજૂઆતને રાજય સરકારે ધ્યાને લઇને મંજૂર કરી છે. જેમાં શિક્ષણ વિભાગે વિદ્યા સહાયકોની 10 સ્પેશ્યલ લીવ મંજૂર કરી હતી. પરંતુ લીવ કેન્સલ કરી તેની રકમ પરત લેવા આદેશ કર્યો હતો. જેના વિરોધમાં શિક્ષક સંઘે કરેલ રજૂઆતને સફળતા સાંપડી છે.

ગ્રેડ પે 2800 કરાતા શિક્ષકોમાં રોષ

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો