મતદારોની લાગણી રાજીનામાથી દુભાતી હોઇ પાછું ખેંચું છું : સદસ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ નગરપાલિકા વોર્ડનં.9ના સદસ્યએ સ્વેચ્છાએ સદસ્ય પદેથી રાજીનામુંઆપતા રાજકીય ગરમાવો ફેલાયો હતો. પરંતુ તેમના રાજીનામાથી વોર્ડના મતદારોની લાગણી દુભાતી હોવાનુ જણાવી ચીફઓફિસરને લેખીત રજૂઆત કરી રાજીનામુ પરત લઇ લીધુ હતુ.

વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં. 9માં અપક્ષ તરીકે ગંભીરસિંહ રાઠોડ વિજેતા બન્યા બાદ ભાજપ પક્ષમાં જોડાયા હતા. સદસ્ય ગંભીરસિંહ કનુભા રાઠોડે તા. 28 જાન્યુઆરીના રોજ લેખિતપત્ર પાઠવી રાજીનામુ ધરી દેતા વઢવાણ પાલિકાના રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો. પરંતુ તેઓએ13 ફેબ્રુઆરીએ ચિફ ઓફિસર વઢવાણને લેખિત રજૂઆત કરી રાજીનામુ પરત ખેચી લીધુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે અમોએ તા.28-1-2020ના રોજ વોર્ડનં.9ના સભ્યપદેથી રાજીનામુ આપેલ હતુ. પરંતુ અમારા વોર્ડ વિસ્તારના મતદારોની લાગણી મારા રાજીનામાથી દુભાતી હોવાથી મતદારો તથા વડિલોના સમજાવટને માન્ય રાખી રાજીનામુ પાછુ ખેંચુ છુ.

અન્ય સમાચારો પણ છે...