તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‌BPLનો દાખલો ન ધરાવતી વિધવાને પણ સહાય આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને રાષ્ટ્રીય કુંટુબ યોજના અંતર્ગત રૂપિયા 20 હજારની સહાય ચુકવવામાં આવે છે. જેમાં શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બીપીએલનો દાખલો ન ધરાવતી મહિલાઓને પણ આ સહાયનો લાભ આપવા દૂધરેજના વિનોદભાઇ મકવાણા દ્વારા ગાંધીનગર લેખીત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે અમુક વિધવા મહિલાઓ પાસે બીપીએલનો દાખલો ન હોવાના કારણે સહાયથી વંચીત રહે છે.

જેથી વિધવા મહિલાઓને પરિવારના ભરણપોષણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે જે વિધવા મહિલાઓ પાસે બીપીએલનો દાખલો ન હોય તેમની આવક મર્યાદાને ધ્યાને લઇ તંત્ર દ્વારા સહાયની રકમની ચુકવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...