તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરદેવસિંહજી મહારાજના જન્મદિને ગાંધી હૉસ્પિટલમાંથી 6 ટ્રેક્ટર જેટલો કચરો કઢાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દર વર્ષની જેમ સંત નિરંકારી મિશનના ચૌથા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મદિન 23મી ફેબ્રુઆરીને ગુરૂ પૂજા દિવસ તરીકે ઉજવણી કરાય છે. જેમાં સફાઇ તેમજ વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરીને ઉજવવામાં આવે છે. દેશભરના 350 શહેરોની 765 સરકારી હોસ્પિટલોનું સફાઇ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં પણ બસ સ્ટેન્ડની સામે આવેલી મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની સફાઇ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના અંદાજે 55 નિરંકારી સ્વયંસેવકો તેમજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સદસ્યો જોડાઇને વર્તમાન સદગુરૂ માતા સુદીક્ષા સવિંદર હરદેવજીનીના આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ હોસ્પિટલ વિસ્તારમાં સફાઇ કરાતા કુલ 6 ટ્રેકટરોમાં ઝાડના પાંદડા સહિતનો સૂક્કો અંદાજે 6 ટન જેટલો કચરો એકત્રીત કરાયો હતો. આ કચરો વઢવાણ નગરપાલિકાના ટ્રેકટરો દ્વારા જ પાલિકાના ડમ્પયાર્ડમાં મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો