ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહની ધો. 12ની પરિક્ષાનું પરિણામ ગુરૂવારે જાહેર કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 79.14 ટકા આવ્યુ છે. રાજય શિક્ષણ બોર્ડના 71.60 ટકા પરિણામ સામે જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યુ છે. પરિણામમાં સર્વોચ્ચ ગણાતા એ1 ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા એમ બે કેન્દ્રો પરથી 1812 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1434 વિદ્યાર્થીઓને સારા ગ્રેડ આવ્યા છે. જયારે 378ના પરિણામમાં સુધારાની જરૂર છે. સુરેન્દ્રનગર કેન્દ્રનું 81.68 ટકા અને ધ્રાંગધ્રા કેન્દ્રનું 70.81 ટકા પરિણામ આવ્યુ છે.જેમાં એ1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યુ છે. જેમાંથી 3 વિદ્યાર્થીઓ તથો અલ્ટ્રાવીઝન એકેડમી છે. પરિણામમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 67.26% છે. જયારે એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.92% આવ્યુ છે. ..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...