તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદરીયાણાની સીમમાં ગુડદી પાસાનો જુગાર રમતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના આદરીયાણા ગામના સીમખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઝીંઝૂવાડા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જ્યાં ગુડદીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા. જ્યારે 6 શખ્સો જુવારના પાકનો લાભ લઇ નાશી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ.24,050નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પાટડી તાલુકામાં વધતા પ્રોહીબીશન અને જુગાર પ્રવૃતિ અટકાવવા ઝીંઝુવાડા પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે આદરીયાણા ગામની સીમના મહાજનના ધર્માધાના ખેતરે દરોડો કર્યો હતો. જ્યાં ગુડદીપાસાનો જુગાર રમતા ભરતભાઇ ભુપતજી ઠાકોર, બળદેવભાઇ ઉર્ફે બકો કેશાભાઇ ડાભી, જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ શાહ, કરીણભાઇ બાબુભાઇ ઠાકોરને રોકડ રૂપીયા 12,550, મોબાઇલ 3 રૂ.11,500એમ કુલ રૂ.24050ના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. જ્યારે સુરેશભાઇ ઉર્ફે બિલ્લો જેઠાભાઇ ગજ્જર, ભાથીભા દિવાનસિંહ ઝાલા, કનુભાઇ મેઘાભાઇ ઠાકોર, ભોપાભાઇ મોળાજી ઠાકોર, કાળુભાઇ અજાભાઇ ઠાકોર, મહેશભાઇ નરસંગભાઇ રથવી તથા અન્ય ત્રણ શખ્સો ખેતરમાં ઉભેલ જુવારના પાકનો લાભ લઇ નાસી છુટ્યા હતા. આથી પકડાયેલ તથા નાશી છુટેલા શખ્સો વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કાર્યવાહીમાં પીએસઆઇ એસ.એસ.વરૂ, દાનાભાઇ,શીવાભાઇ, જયેશભાઇ સહિત ટીમ જોડાયા હતા.

આદરીયાણાના ખેતરમાં ગુડદીપાસાનો જુગાર રમતા 4 ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...