તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાહર નવોદયની પરીક્ષામાં ગેરરીતિ થયાની વાલીની રાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવારના રોજ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરિક્ષા યોજાઇ હતી. જેમાં સુરેન્દ્રનગરની જે.એન.વી. વિદ્યાલયના બ્લોક નં. 10માં મોડુ પેપર ચાલુ થયાની લેખીત રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને કરાઇ છે.

કેન્દ્ર સરકાર સંચાલીત જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 6માં પ્રવેશ માટે તા. 11ના રોજ પ્રવેશ પરિક્ષા યોજાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના 27 કેન્દ્રો પર 4709 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. પરંતુ શહેરની જે.એન.વી. વિદ્યાલયમાં બ્લોક નં.10માં પેપર 11.30ના સમયના બદલે 12 કલાકે અપાયુ હોવાની લેખીત રજૂઆત નરેશભાઇ સોલંકીએ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીને કરાયેલી આ રજૂઆતમાં જણાવાયા મુજબ 11-30 થી 1-30નો પરિક્ષાનો સમય હતો. પરંતુ જે.એન.વી. વિદ્યાલયના બ્લોક નં. 10માં મોડુ પેપર અપાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યુ કે, નવોદયની પરિક્ષાનું આયોજન કેન્દ્ર સરકાર કરે છે. અને પેપર મોડુ શરૂ થયુ હોય તો સમગ્ર કલાસના વિદ્યાર્થીઓની કે તેમના વાલીઓની રજૂઆત મળે. જયારે અન્ય કોઇ વાલીની રજૂઆત મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો