તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા તાલુકાના આંકડીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીન અન્ય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચોટીલા તાલુકાના આંકડીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીન અન્ય ગામના લોકોને ફાળવી દેવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ચોટીલા તાલુકાના આંકડીયા ગામના અનેક લોકોને સાંથણીની જમીન મળી નથી. ત્યારે તંત્ર દ્વારા આંકડીયા ગામની જ જમીન અન્ય ગામના લોકોને ફાળવી દેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરવા દોડી આવ્યા હતા. રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અને ગામના જ અનેક લોકોને સાંથણીની જમીન મળી નથી ત્યારે તંત્ર દ્વારા અન્ય ગામના લોકોને અમારા ગામની જમીન ફાળવી દઇ ગ્રામજનોને અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ અંગે અગાઉ ગ્રામજનોએ લેખીત વાંધાઅરજી રજૂ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તંત્ર દ્વારા જો 15 દિવસમાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે ભૂખહડતાળ કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો