તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી વ્યક્તિ નહીં વિચાર હતા વિચાર ક્યારે મૃત્યુ પામતો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે ગાંધી વિચારધારા ફેલાવવા પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી મોટરસાયકલ યાત્રાનું આયોજન કરાયુ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઇ ચાવડા દ્વારા તા.27 સપ્ટેબરથી 2 ઓક્ટોબર સુધી ગાંધી સંદે યાત્રાનું આયોજન કરાયુ છે. જે પોરબંધદરથી નિકળે સાબરમતી આશ્રમ અમદાવાદ પહોંચશે.આ મોટરસાયકલ યાત્રા વિધાનસભાના વિરોધપક્ષના નેતા આગેવાનીમાં ચોટીલા તા.29 સપ્ટેબરના રોજ પહોચતા કોંગ્રેસી આગેવાનો દ્વારા સામૈયા કરી સ્વાગત કરાયુ હતું. જ્યાં પરેશભાઇ ધાનાણીએ કહ્યું કે, હાલમાં ગાંધી વિચાર ધારાને ખતમ કરી ને ગોડસે ની વિચારધારા દેશ મા લાવવાનો પ્રયત્ન થઇ રહીયો તેની સામે એક મઝબુત સંદેશ આપવા માટે આ યાત્રાનુ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...