તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરથી મૂળી તરફ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો જનાર હોવાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરથી મૂળી તરફ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો જનાર હોવાની બાતમીને આધારે જોરાવરનગર પોલીસે લોક વિદ્યાલય પાસે વોચ રાખી હતી. જેમાં એક શખ્સને વિદેશી દારૂ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂપિયા 64,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગરથી મૂળીના રસ્તે વિદેશી દારૂ સાથે રિક્ષા જતી હોવાની માહિતી જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂને મળી હતી તેથી રવિવારે રાત્રે રાજકોટ હાઇવે પર લોક વિદ્યાલય પાસે પોલીસે વોચ રાખી શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકવાની કોશીષ કરતા રિક્ષા ચાલકે રિક્ષા ભગાડી હતી. પરંતુ આગળ પોલીસે રસ્તો કોર્ડન કરતા રિક્ષા ઉભી રાખી તપાસ કરતા ચાલક મસ્તાન સીરાઝભાઇ મુલતાનીની સીટ નીચેથી દારૂની 11 બોટલો કિંમત રૂપિયા 4400ની મળી આવી હતી. જ્યારે પૂછપરછમાં આ દારૂનો જથ્થો ફિરદોષ સોસાયટીમાં રહેતા પીન્ટુ જગદીશભાઇનો હોવાનું અને મોરબીના જયરાજભાઇને મોકલવાનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે 64,900નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો