તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણના મૃત મિત્રની યાદમાં મિત્રોએ ભોજન, ભજન કરાવ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ નવાદરવાજા બહાર વણકરવાસમાં રહેતા અનિલભાઈ મોહનભાઈ સોલંકી ધ્રાંગધ્રાાના ખાંબડા ગામેથી બાઇક સાથે 10-12-2019ના રોજ પરત ફરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર તરફ આવતા રાજસીતાપુર પાસે ડમ્પરે અડફેટે લેતાં સ્થળ પર જ મામા કાળુભાઈ બારોટની સામે જ ભાણેજ અનિલભાઈનું મોત થતા પરિવારો તેમજ મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ત્યારે આ મૃતક મિત્રની માસિક પૂણ્યતિથિએ તેની સાથે કામ કરતા 20થી વધુ મિત્રોએ વિવિધ કાર્યક્રમો કર્યા હતા. જેમાં 10 જાન્યુઆરી-2020ને શુક્રવારે મૃતકના પરિવારજનો,બહેનો, દિકરીઓ સહિત 500થી વધુ લોકોને ભોજન કરાવ્યુ હતું. આ કાર્યને સફળ બનાવવા માટે ગૌતમ ભુવા સોલંકી, મુનાભાઈ ચાવડા, અશ્વિનભાઈ, પ્રવિણભાઈ,રાજુભાઈ, મનુભાઈ વગેરે મિત્રોએ કામગીરી કરી હતી.ત્યારબાદ રાત્રે ભજનનો કાર્યક્રમ રાખતા મોતીભાઈ બાસપા, ગેલાભાઈ તેમજ મોરબીના સાંજીદા સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો