રાણાગઢમાં રસ્તે ચાલવાના હકને લઈ 2 વ્યક્તિ પર 4 શખ્સોએ હુમલો કર્યો
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલી ખુલ્લી ગટરમાંથી આવતી દુર્ગંદ અને અવારનવાર થતા અકસ્માતોના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે. આ ખુલ્લી ગટર બંધ કરવાઅને ભુગર્ભગટરમાં કનેક્શન આપવા વેપારીઓ નગરપાલિકાએ ધસીજઇ ચિફઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ મહેતા માર્કેટમાં અનેક નાના મોટા વેપારીઓની દુકાનો આવેલી છે. અહીં સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોવાથી લોકોની સતત ભીડ રહે છે. ત્યારે માર્કેટમાં આવેલ ખુલ્લી ગટરોના કારણે આવતી દુર્ગધ અને ખુલ્લી ગટરના કારણે થતા અકસ્માતોથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આથી સુરેન્દ્રનગર ઓઇલ અને ગ્રેઇન મરચન્ટ એશોસીએસનના કિરણભાઇ રાઠી, અશોકભાઇ ભુતડા, અલ્પેશભાઇ શાહ સહિતનાઓએ ચિફઓફિસરને લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે મહેતા માર્કેટની કિરણ કુમાર કુ, નીલેશ ટ્રેડિેગ કુની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાંથી ગંદકી અને ગંદી વાસના કારણે વેપારીઓ અને લોકોને હાલાકી થાય છે.
જ્યારે અહીંનાબિસ્માર રસ્તાના કારણે લોકો આ ખુલ્લી ગટરમાં પડતા અવારનવાર અકસ્માતના બનાવો સર્જાતા હોવાથી વેપારીઓ, લારીવાળા, ગ્રાહકો સહિતના ઓને વાગવુ, કપડા ખરાબથવા માલસામાનને નુકશાની થવાના બનાવો બનતા હોય છે. આ અ઼ગે અગાઉ મૌખીક અને લેખીત જાણ કરાઇ છે. છતા કોઇ પગલા લેવાયા નથી ખુલ્લી ગટરબંધ કરી ભુગર્ભ ગટર સાથે જોડાણ કરી આપવા માંગ કરી હતી. અને જો હજુ કોઇ પગલા ન લેવાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ચિમકી આપી હતી.