તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા જમીન કૌભાંડના ચારેય આરોપીઓ જેલમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની કરોડો રૂપિયાની સરકારી જમીન કાયદાનું ખોટુ અર્થઘટન કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાના કેસે સમગ્ર ઝાલાવાડમાં ચકચાર મચાવી છે.

આ કેસના આરોપી તત્કાલીન અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, તત્કાલીન મામલતદાર જે.એલ.ધાડવી, નિવૃત મામલતદાર માનસીંગ રાઠોડ અને બામણબોરના રાજેશભાઇ રામભાઇ ખાચરના રીમાન્ડ પૂરા થતા મંગળવારે એસીબી દ્વારા સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં એડિશનલ સેશન્સ જજ એચ.બી.પાનેરીએ ચારેય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...