તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં ફૂટબોલ ફિવર : ચિલ્ડ્રન ફૂટબોલ લીગ સ્પર્ધાની ફાઇનલ મેચો રમાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં ફુટબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એશોસીએશન અને સેવન સ્ટાર સ્પોર્ટસ કલબ દ્વારા ચિલ્ડ્રન ફુટબોલ લીગ- 2019નુ આયોજન કરાયુ હતુ. જેમાં ફેબ્રુઆરી માસના દર રવિવારે શહેરની એમ.પી.શાહ કોમર્સ કોલેજના પ્રાંગણમાં લીગ મેચ રમાઇ હતી. આ સ્પર્ધામાં અન્ડર 12, 15, 17વર્ષની કેટેગરીમાં સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાની 17થી વધુ સ્કુલોની 30 થી વધુ ટીમો જોડાઇ હતી. જેમાં કેટેગરી મુજબ એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર ફેબ્રુઆરી માસના દર રવિવારે મેચ રમાડાઇ હતી. જેમાંથી વિજેતા ટીમો વચ્ચે તા.24 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો. જેમાં વનવર્લ્ડ, દયામયી સ્કુલ, દિગ્વિજયસિહ શાળા લીંબડી, એસ.પી સ્કુલ, ડી.પી.એસ અને સી.યુ.શાહ સહિતની 17 સ્કુલોએ ભાગ લીધો હતો.

આ આયોજનને સફળ બનાવવા મહિપાલસિંહ રાણા, યશપાલસિંહ ઝાલા, રાજદિપસિંહ જાદવ, મનદિપસિંહ, ભાગ્ય જાદવ, પ્રતિકસિંહ રાણા, એમ.પી.શાહ કોલેજના પ્રિન્સિપાલ ડી.આર.વાજાણી સહિત કોલેજ પરિવારે પ્રયાસ કર્યા હતા.

એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે ચીલ્ડ્રન ફુટબોલ લીગ સ્પર્ધાનો પ્રારંભ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો