સાવજના આગમનને પગલે થાન પાસેના માંડવ વનમાં શિબિરનો ધમધમાટ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા પંથકમાં બે નર સાવજના આગમન સાથે સમગ્ર ઝાલાવાડમાં આનંદ સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આથી જ થાન પાસે આવેલા માંડવ વનમાં પ્રાકૃતી શિબીરનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં ખાસ કરીને શાળાના બાળકોને સાવજ વિશે ખાસ માહિતીઓ આપવામાં આવી હતી.

ચોટીલા પંથકના ગામડાની ડુંગરાળ જમીન ઉપર સાવજ આવ્યાને આજે 10 દિવસનો સમય થઇ ગયો છે. કોઇની પણ રંજાડ વગર આ સાવજ શાંતીથી રહીને ડુંગરા ખુંદી રહ્યા છે. તેમની સુરક્ષા માટે ફોરેસ્ટ વિભાગની ટીમ ખડે પગે છે. અને તેમની દરેક દેખરેખની સાથે આરોગ્યની પણ કાળજી લેવામાં આવી રહી છે. નવા આવેલા સિંહને ખોટી રીતે કોઇ રંજાડે નહી તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આવા સમયે સાવજનું આગમન થતાની સાથે લોકોમાં સિંહ વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઇ છે. અને આથી જ માંડવ વનમાં પ્રાકૃતિક શીબીરનો ધમાકાભેર આરંભ કરવામાં આવ્યો છે.

લીંબડીની જી.એસ કુમાર વિદ્યાલયના બાળકોની પ્રથમ શીબીર યોજાઇ હતી. જેમાં કલેકટર કે.રાજેશ ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સિંહ જેવી વૃત્તી રાખવા હાકલ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં થાનના ડે.કલેકટર આશિષભાઇ મિયાત્રા, વન વિભાગના હરેશભાઇ મકવાણા સહિતની ટીમ ખાસ ઉપસ્થીત રહી હતી. વિદ્યાર્થીઓને ખાસ તો સિંહના જીવન, તેમનો સ્વભાવ વગેરે બાબતોને વિગતવાર સમજાવી સિંહ આપણો મિત્ર હોવાની ભાવના કેળવવા જણાવ્યુ હતુ.

વિદ્યાર્થીઓને સિંહના જીવન, તેમનો સ્વભાવ વગેરે બાબતોને વિગતવાર સમજાવી સિંહ આપણો મિત્ર હોવાની ભાવના કેળવવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...